ન્યૂજર્સીના કાઉન્સિલ મેમ્બર આનંદ શાહ સહિત 39 સામે ગેરકાયદે ગેમ્બલિંગના આરોપ

ન્યૂજર્સીના કાઉન્સિલ મેમ્બર આનંદ શાહ સહિત 39 સામે ગેરકાયદે ગેમ્બલિંગના આરોપ

ન્યૂજર્સીના કાઉન્સિલ મેમ્બર આનંદ શાહ સહિત 39 સામે ગેરકાયદે ગેમ્બલિંગના આરોપ

Blog Article

અમેરિકામાં ભારતીય મૂળના ન્યૂ જર્સીના કાઉન્સિલ મેમ્બર આનંદ શાહ સહિત કુલ 39 લોકો સામે ગેરકાયદેસર ગેમ્બલિંગ રેકેટમાં કથિત ભૂમિકા બદલ રેકેટીયરિંગ, મની લોન્ડરિંગ અને બીજા આરોપો મૂકવામાં આવ્યા છે. આ રેકેટમાં તેમને આશરે 3 મિલિયન ડોલરનો ફાયદો થયો હતો.


ન્યૂ જર્સીના એટર્ની જનરલ મેથ્યુ પ્લેટકિને શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ન્યૂ જર્સીના પ્રોસ્પેક્ટ પાર્ક કાઉન્સિલના સભ્ય અને સ્થાનિક બિઝનેસ માલિક આનંદ શાહ (42 વર્ષીય) લુચેસ ક્રાઇમ પરિવાર સાથે મળીને ગેરકાયદેસર પોકર ગેમ્સ અને ઓનલાઇન સ્પોર્ટ્સબુકનું સંચાલન કરતા હોવાનું બહાર આવ્યું છે. આ સપ્તાહે સત્તાવાળાએ સમગ્ર નોર્થ ન્યુજર્સીમાં 12 જગ્યાએ સર્ચ કાર્યવાહી કર્યા પછી આ આરોપો મૂકવામાં આવ્યા છે.


ફ્લોરિડાના લોંગવુડના રહેવાસી ભારતીય મૂળના સમીર નાડકર્ણી સામે પણ આરોપ મૂકાયા છે. તેમની ઓળખ સ્પોર્ટ્સબુક સબ-એજન્ટ/પોકર હોસ્ટ તરીકે અપાઈ છે. આનંદ શાહની ગણતરી ન્યુ જર્સીના ઉભરતા રાજનેતાઓમાં થાય છે. વર્તમાન સમયમાં તેઓ મ્યુનિસિપલ કાઉન્સિલર છે. ન્યુ જર્સીના પ્રોસ્પેક્ટ પાર્ક વિસ્તારમાંથી આનંદ શાહ બીજીવાર મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા છે

Report this page